સેવાના નિયમો
છેલ્લે બદલાયું: ૧૨ નવેમ્બર ૨૦૨૬
આ નિયમો EachInvite (eachinvite.com) માટે છે. આ સેવા વેચનાર ("અમે") ચલાવે છે. એકાઉન્ટ બનાવીને તમે આ નિયમો સ્વીકારો છો.
૧. સેવા
તમે મૂકેલી કંકોત્રી (PDF) પર દરેક મહેમાનનું નામ છાપી, તેમનું અલગ કાર્ડ બનાવી, તમારા જોડેલા WhatsApp નંબર પરથી મોકલવું; ફોનની યાદી, કેટલા આવશે, હાજરી, ચાંદલો અને વ્યવહાર ચોપડો.
૨. તમારું એકાઉન્ટ
- સાચું નામ અને મોબાઇલ નંબર આપો. પાસવર્ડ ખાનગી રાખો; તમારા એકાઉન્ટથી થયેલાં કામની જવાબદારી તમારી છે.
- પરિવારના બીજા સભ્યોને તમે જે છૂટ આપો તે પ્રમાણે જ તેઓ કામ કરી શકે.
૩. પ્લાન અને ચુકવણી
- એક પ્લાનમાં એક કાર્યક્રમ. બીજો કાર્યક્રમ એ જ એકાઉન્ટમાં, પોતાના અલગ પ્લાન સાથે. પ્લાનનો ભાવ GST સાથે; વધુ મહેમાનના ભાવ પર ૧૮% GST અલગ ઉમેરાય, સાઇટ પર લખ્યા પ્રમાણે.
- કાર્ડ બનાવવું અને પોતાના નંબર પર ટેસ્ટ મોકલવું મફત છે. મહેમાનોને કાર્ડ મોકલવા પ્લાન જરૂરી છે.
- પ્લાન પ્રસંગની તારીખ પછી ૬૦ દિવસ સુધી ચાલુ રહે (તારીખ ન આપી હોય તો ચુકવણી પછી ૧૨૦ દિવસ). પછી બધું જોઈ શકાય, પણ બદલી કે મોકલી ન શકાય.
- ચુકવણી Razorpay થી થાય છે. દરેક ચુકવણીનું GST બિલ મળે છે.
૪. WhatsApp
- કાર્ડ તમારા પોતાના WhatsApp નંબર પરથી, “Linked devices” થી જોડીને મોકલાય છે. WhatsApp ના પોતાના નિયમો તમને લાગુ પડે છે; અમે WhatsApp કે Meta નો ભાગ નથી.
- ફક્ત તમારા ઓળખીતા અને તમે આમંત્રણ આપવા માગો છો તેવા લોકોને જ કાર્ડ મોકલો. જાહેરાત કે અજાણ્યા લોકોને મેસેજ માટે આ સેવા વાપરવી મનાઈ છે.
- WhatsApp કોઈ નંબર બંધ કરે કે મેસેજ રોકે તો તે અમારા હાથમાં નથી. તેથી કાર્ડ વચ્ચે થોડો સમય રાખીને જાય છે.
૫. મહેમાનોની માહિતી
તમે ઉમેરેલાં મહેમાનોનાં નામ અને નંબર તમારી જવાબદારી છે. તે ફક્ત તમારા પ્રસંગના આમંત્રણ, ફોન અને હિસાબ માટે વપરાય છે.
૬. જવાબદારી
અમે સેવા સારી રીતે ચાલે તેનો પૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ નેટ, WhatsApp કે ફોનની તકલીફથી કોઈ કાર્ડ મોડું પહોંચે કે ન પહોંચે તો તેની જવાબદારી, તે પ્રસંગ માટે તમે ભરેલી રકમ કરતાં વધુ નહીં.
૭. બંધ કરવું
નિયમ તોડનાર એકાઉન્ટ અમે બંધ કરી શકીએ છીએ. તમે ગમે ત્યારે એકાઉન્ટ અને માહિતી કાઢી નાખવા કહી શકો છો.
૮. કાયદો
આ નિયમો ભારતના કાયદા પ્રમાણે છે. કોઈ વિવાદ હોય તો સુરત, ગુજરાતની અદાલતો.
સંપર્ક
વેચનાર
GSTIN: —
ઈમેલ: — · ફોન / WhatsApp: —