ગોપનીયતા નીતિ
છેલ્લે બદલાયું: ૧૨ નવેમ્બર ૨૦૨૬
EachInvite કઈ માહિતી રાખે છે, શા માટે અને કેટલો સમય, તે અહીં લખ્યું છે. આ નીતિ ભારતના Digital Personal Data Protection Act, 2023 પ્રમાણે છે.
૧. અમે શું રાખીએ છીએ
- તમારું એકાઉન્ટ: નામ, મોબાઇલ નંબર અને પાસવર્ડ (ફક્ત સુરક્ષિત hash તરીકે). બિલ માટે આપો તો બિલનું નામ, GSTIN અને રાજ્ય.
- પ્રસંગ: નામ, તારીખ, કંકોત્રીની PDF, નામની જગ્યા અને WhatsApp મેસેજ.
- મહેમાનો: તમે ઉમેરેલાં નામ, નંબર, ગામ અને જૂથ; કાર્ડ ગયું, પહોંચ્યું કે જોયું; ફોનના જવાબ; હાજરી; ચાંદલો અને ભેટ.
- WhatsApp જોડાણ: તમે QR થી જોડો ત્યારે “Linked device” ની ચાવીઓ અમારા સર્વર પર રહે છે, જેથી કાર્ડ મોકલી શકાય. તમારા ફોનના WhatsApp માં “Linked devices” માંથી ગમે ત્યારે છૂટું કરી શકો છો. અમે તમારી બીજી વાતચીત વાંચતા કે રાખતા નથી.
- ચુકવણી: Razorpay ના order અને payment id, રકમ અને બિલ નંબર. કાર્ડ નંબર કે UPI PIN અમને ક્યારેય દેખાતા નથી.
- સુરક્ષા: લોગિન વખતે IP સરનામું અને સમય, વધુ ખોટા પ્રયત્નો રોકવા માટે.
૨. શા માટે
ફક્ત તમારા પ્રસંગનાં કાર્ડ બનાવવા અને મોકલવા, ફોન, હાજરી અને ચાંદલાનો હિસાબ રાખવા, બિલ બનાવવા અને મદદ કરવા. અમે માહિતી વેચતા નથી, ભાડે આપતા નથી અને જાહેરાત માટે વાપરતા નથી.
૩. બીજું કોણ જુએ
- તમે છૂટ આપેલા પરિવારના સભ્યો.
- Razorpay ચુકવણી માટે, તેની પોતાની નીતિ પ્રમાણે. Cloudflare Turnstile નવું એકાઉન્ટ બનાવતી વખતે માણસ છે તે ચકાસે.
- તમે મદદ માગો ત્યારે અમારી ટીમ થોડા સમય માટે તમારું એકાઉન્ટ ખોલી શકે; દરેક વખત નોંધાય છે.
૪. કેટલો સમય
એકાઉન્ટ ચાલુ હોય ત્યાં સુધી, કે તમે કાઢી નાખવા કહો ત્યાં સુધી. બિલ કાયદા પ્રમાણે જેટલો સમય જરૂરી હોય તેટલો રહે.
૫. તમારા હક
તમારી માહિતી જોવા, સુધારવા કે કાઢી નાખવા નીચેના સંપર્ક પર લખો. ૩૦ દિવસમાં જવાબ મળશે.
૬. સુરક્ષા
બધી માહિતી HTTPS થી જાય છે. પાસવર્ડ hash તરીકે જ રહે છે. સર્વર પર પ્રવેશ મર્યાદિત છે અને વારંવારના ખોટા લોગિન રોકાય છે.
૭. ફરિયાદ અધિકારી
ગોપનીયતા વિશે કોઈ ફરિયાદ હોય તો નીચેના સંપર્ક પર ફરિયાદ અધિકારીને લખો.
સંપર્ક
વેચનાર
GSTIN: —
ઈમેલ: — · ફોન / WhatsApp: —